સુનીતા વિલિયમ્સ : ગુજરાતમાં આવેલા સુનીતાના પિતૃક ગામ ઝુલાસણમાં લોકો શું બોલ્યા?
નવ મહિનાનો લાંબો સમય અવકાશમાં પસાર કર્યા પછી ભારતીય મૂળનાં અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને બેરી બુચ વિલ્મોરનું ધરતી પર આગમન થયું છે.
બુધવારે વહેલી સવારે ત્રણ વાગ્યા ને 27 મિનિટે બંને અવકાશયાત્રીઓ સ્પેસઍક્સના સ્પેસ કૅપ્સ્યૂલ ડ્રૅગન મારફતે 17 કલાકની લાંબી મુસાફરી બાદ ધરતી પર પરત ફરવામાં સફળ રહ્યાં હતાં.
તો સુનીતા વિલિયમ્સના પૈતૃક ગામ ઝુલાસણમાં આખી રાત ઉજવણીનો માહોલ હતો. લોકોએ આતશબાજી કરીને ઉજવણી કરી હતી.
સુનીતાના પિતરાઈ દિનેશ રાવલે જણાવ્યું કે મેં જ્યારે જોયું કે તે બહાર આવી...ત્યારે અમે ખુશીથી કૂદી પડ્યાં હતાં. મને ખૂબ આનંદ થયો. ગઈ કાલે ચેન પડતું નહોતું, કાલે બહુ ચિંતામાં હતો. ભગવાને અમારું સાંભળ્યું, અમારી 'સુની'ને પાછા લાવ્યા. અમેરિકાથી સૌનો ફોન આવ્યો હતો. બાળકો પણ ખુશ હતાં. આજે અમારા માટે તહેવાર છે.
સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરે 5 જૂન 2024ના રોજ પરીક્ષણયાન સ્ટારલાઇનર દ્વારા આઈએસએસ માટે ઉડાન ભરી હતી. ત્યાં આઠ દિવસ ગાળ્યા પછી તેમણે પરત આવવાનું હતું, પરંતુ યાનમાં ખરાબી સર્જાવાથી તેઓ ત્યાં અટકી ગયાં હતાં.
જુઓ ગુજરાતમાં આવેલા ઝુલાસણ ગામમાં કેવો માહોલ છે.
વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



