જેમની પાસે અંતિમવિધિ માટે જમીન જ નથી, એ સમુદાય અંતિમ સંસ્કાર કેવી રીતે કરે છે?
જેમની પાસે અંતિમવિધિ માટે જમીન જ નથી, એ સમુદાય અંતિમ સંસ્કાર કેવી રીતે કરે છે?
પરંપરાગત સંગીત અને નૃત્ય માટે પ્રખ્યાત કાલબેલિયા સમુદાય રાજસ્થાનની સાંસ્કૃતિક ઓળખનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. નાથ-જોગી સંપ્રદાયને અનુસરતા હોવાથી તેઓ દફનવિધિ કરે છે. ઘણા લોકો વિચરતા રહે છે, જ્યારે અન્ય કાયમી ઘરોમાં રહે છે. જોકે, ઘણા પરિવારોને તેમના પ્રિયજનોને દફનાવવા બે ગજ જમીનનો પણ અધિકાર નથી.
વંચિત સમુદાયો માટે કામ કરતી સંસ્થા CORO ઇન્ડિયાએ રાજસ્થાનમાં એક સર્વે કર્યો હતો. એ મુજબ, કાલબેલિયા સમુદાયના આશરે 5,000 પરિવારો પાસે તેમના પ્રિયજનો માટે સ્મશાનભૂમિ નથી. પશ્ચિમ રાજસ્થાનમાં કાલબેલિયા પરિવારોની સંખ્યા સૌથી વધુ છે. 2011ની વસ્તી ગણતરી દર્શાવે છે કે રાજ્યમાં કાલબેલિયા સમુદાયની વસ્તી આશરે 1,31,000 છે.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



