'મેં ટૉપ જ ના કર્યું હોત તો લોકોને મને ટ્રોલ કરવાનો મોકો ન મળ્યો હોત'

વીડિયો કૅપ્શન, UP Board Topper Prachi Nigam ટ્રોલ થવા પર શું બોલ્યાં?
'મેં ટૉપ જ ના કર્યું હોત તો લોકોને મને ટ્રોલ કરવાનો મોકો ન મળ્યો હોત'

ઉત્તર પ્રદેશના સિતાપુર જિલ્લામાં આવેલા મહમૂદાબાદની સીતા ઇન્ટર કૉલેજમાં છેલ્લા એક અઠવાડિયાથી ઉત્સવ જેવો માહોલ છે. આ કૉલેજમાં પ્રાચી નિગમ અને શુભમ વર્મા સહિત 19 વિદ્યાર્થીઓ ભણે છે. આ વિદ્યાર્થીઓએ હાઇસ્કૂલ અને ઇન્ટર-મીડિએટમાં યુપી બોર્ડમાં પ્રદેશમાં ટૉપ 10મા વિશેષ સ્થાન મેળવ્યું છે.

બધા જ આ ટૉપર્સ પર ગર્વ કરી રહ્યા છે. જોકે, પ્રાચી નિગમને કેટલાક લોકો તરફથી ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો.

પ્રાચી કહે છે, “હું જ્યારે આ પ્રકારનાં ટ્રોલિંગ અને ભીડને જોઉં છું તો લાગે છે એક-બે નંબર ઓછા આવ્યા હોત તો સારું હોત. હું ટૉપ ન કરત તો લોકોનું ધ્યાન મારા ચહેરા પર ન પડત. મને મારા ચહેરા પર ઊગેલા એ લાંબા વાળનો અનુભવ બોર્ડમાં ટૉપ કર્યા પછી ટ્રોલ કરનાર લોકોએ જ કરાવ્યો.”

પ્રાચીના ચહેરા પર વાળ નવમા ધોરણથી જ ઊગવાના શરૂ થઈ ગયા હતા.

પ્રાચીના આ શારીરિક બાંધા વિશે શાળામાં કે ઘરે કોઈએ પણ ક્યારેય ટિપ્પણી ન કરી. પ્રાચીને પોતાના ચહેરા પર વધી રહેલા વાળનો ક્યારે અહેસાસ જ નહોતો.

પ્રાચી નિગમે આ વખતે હાઇસ્કૂલમાં 591 ગુણ મેળવ્યા છે.

પ્રાચીએ ચહેરા પર એક સ્મિત સાથે કહ્યું, “જો હું પ્રથમ ન આવી હોત તો આટલી ફેમસ ન થઈ હોત. સોશિયલ મીડિયાએ મને ખૂબ જ ફેમસ કરી દીધી. દરેક જગ્યાએથી ઘણા ફોન આવી રહ્યા છે. ઘરે આખો દિવસ લોકોની ભીડ હોય છે.”

પ્રાચીએ કહ્યું, “દરેક ઇન્ટરવ્યૂમાં ટ્રોલિંગ પર વધારે વાત થઈ રહી છે. લોકોએ પૂછી-પૂછીને કે હું કેવી દેખાઉં છું તેની અનુભૂતિ કરાવી દીધી. મને જ્યારે જરૂર લાગશે ત્યારે હું પોતાનો ઇલાજ કરાવીશ. હું અત્યારે તો અભ્યાસ પર મારું ધ્યાન કેન્દ્રિત કરવા માગું છું.”

પ્રાચી નિગમ
બીબીસી
બીબીસી