ગુજરાતના પાડોશી રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ, બીબીસીનો ખાસ અહેવાલ

વીડિયો કૅપ્શન, પીએમ આવાસ યોજનામાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ – COVER STORY
ગુજરાતના પાડોશી રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ, બીબીસીનો ખાસ અહેવાલ

ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે એક મોટું કૌભાંડ આચરવામાં આવ્યું.

આ મામલાની હકીકત સામે આવતાં ખબર પડી છે કે કૌભાંડ આચરનાર કેટલાક લોકોએ ગરીબ અને અશિક્ષિત આદિવાસીઓને મકાન માટે મળતા તેમના ‘હકના રૂપિયા’ ખોટી રીતે લઈ લીધા.

આ સમગ્ર મામલા વિશે વિગતવાર માહિતી મેળવવા માટે બીબીસીનાં સંવાદદાતા પ્રાજક્તા ધૂળપ અને સહયોગી પ્રવીણ ઠાકરેએ પ્રયાસ કર્યો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી ભારત સરકારની પહેલ થકી ઘણાં રાજ્યોમાં ઘણી કલ્યાણકારી યોજનાઓ ચલાવાય છે.

આવી જ એક યોજના છે પ્રધાનમંત્રી આવાસ યોજના.

જેમાં ગરીબી રેખા નીચે જીવતા લોકોને ઘર બનાવવા માટે સહાય કરવામાં આવે છે.

સરકારનો દાવો છે કે આ યોજનાનો ઘણા લોકોએ લાભ લીધો છે.

પરંતુ આ મામલામાં એવા લોકો સામે આવ્યા જેમનો દાવો હતો કે તેમના નામે બૅંક ઍકાઉન્ટ ખૂલી ગયું, આ યોજના હેઠળ મકાન બનાવવા પૈસા તેમાં આવી ગયા, પરંતુ તેમને આ બધામાંથી કોઈ લાભ મળ્યો નહોતો.

આ પૈસા તો અન્ય વ્યક્તિના ખિસ્સામાં પહોંચી ગયા હતા.

કેવી રીતે આચરાયો આ કૌભાંડ, જાણવા માટે જુઓ બીબીસીનો ખાસ અહેવાલ.

રેડ લાઇન
રેડ લાઇન