સુરતનાં આ મહિલા બૉડીબિલ્ડરે સંઘર્ષ કરીને કઈ રીતે ગુજરાતનું નામ રોશન કર્યું?
સુરતનાં આ મહિલા બૉડીબિલ્ડરે સંઘર્ષ કરીને કઈ રીતે ગુજરાતનું નામ રોશન કર્યું?
આ કહાણી સુરતનાં એક મહિલા બૉડીબિલ્ડરની છે. જેમણે દિલ્હીમાં યોજાયેલી રાષ્ટ્રીય બૉડીબિલ્ડિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવ્યો છે.
21 વર્ષીય દિશા કહે છે, "સમાજના, પરિવારના લોકો કહેતા હતા કે આવું શરીર બનાવીશ તો તારી સાથે કોણ લગ્ન કરશે. આ મોટા મોટા બાવડા સારા નથી લાગતા. તું આ બધું છોડી દે."
ઘણા પુરુષો પણ તેમને પૂછતા કે "તું છોકરી છે કે છોકરો?"
500 જેટલા ઍથ્લીટે આ બોડીબિલ્ડિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં છ મહિલાઓ પણ હતાં.
દિશા સ્પર્ધામાં સફળતાનો સ્વાદ ચાખ્યા બાદ હવે વિશ્વ કક્ષાએ ગુજરાતનું નામ રોશન કરવા માગે છે.
જુઓ, તેમના નિર્ધાર અને સમર્પણની કહાણી માત્ર બીબીસી ગુજરાતીની આ વિશેષ રજૂઆતમાં.




