પ્રાઇવેટ જેટમાં ફરતાં ધીરેન્દ્ર શાસ્ત્રીની પૂરી કહાણી, લોકપ્રિય બાબા કઈ રીતે બન્યા
પ્રાઇવેટ જેટમાં ફરતાં ધીરેન્દ્ર શાસ્ત્રીની પૂરી કહાણી, લોકપ્રિય બાબા કઈ રીતે બન્યા
બાગેશ્વર બાબા ધામ અને તેમાં બિરાજતા 26 વર્ષના ‘બાબા’ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી છેલ્લા થોડા વખતથી ઘણા ચર્ચામાં છે.
તેનું કારણ છે કે તેમની પર અંધવિશ્વાસ ફેલાવવાનો આરોપ છે, આ અંગે મીડિયામાં કવરેજ પણ થયા છે. ધીરેન્દ્ર શાસ્ત્રી પહેલી વખત સમાચારમાં ચમકી નથી રહ્યા, તેઓ પહેલાં પણ વિવાદોમાં ઘેરાયા છે.
મુખર શૈલી, ભક્તોની ચિઠ્ઠીમાં લખેલા સવાલોના જવાબ, સનાતન ધર્મની વાતો, કેન્દ્રીય પ્રધાનોના આશીર્વાદ, અજબ વર્તન, વિવાદાસ્પદ નિવેદનો, જમીન કબજે કરવાના આરોપ... ધીરેન્દ્ર શાસ્ત્રીના વ્યક્તિત્વનાં આવાં અનેક પાસાં છે. આજે તમને બતાવીશું ધીરેન્દ્ર શાસ્ત્રીની પૂરી કહાણી.





