ગુજરાતમાં આ તારીખથી હવામાન પલટાશે, શિયાળામાં વરસાદની શક્યતા છે?

ગુજરાતમાં આ તારીખથી હવામાન પલટાશે, શિયાળામાં વરસાદની શક્યતા છે?

ગુજરાતમાં આમ તો શિયાળો ચાલી રહ્યો છે. જોકે કેટલાક વિસ્તારોમાં હવામાનમાં ફેરફાઈ થઈ શકે છે.

શિયાળાની ઠંડી થોડા વિરામ બાદ ફરી શરૂ થઈ રહી છે. આ દરમિયાન એક મજબૂત સિસ્ટમ ભારત તરફ આવી રહી છે.

આના કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન પલટો જોવા તેવી શક્યતા છે. આગામી દિવસોમાં 31 ડિસેમ્બર અને પહેલી જાન્યુઆરીએ હવામાનમાં બદલાવ આવી શકે છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં વાદળો દેખાશે. તો શું ગુજરાતમાં વરસાદની પણ કોઈ શક્યતા છે? ઠંડી ક્યારે પડશે?

જાણીએ આ વીડિયોમાં.

અહેવાલ અને રજૂઆત- દીપક ચુડાસમા

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન