Miss Universe India 2024 રિયા સિંઘાએ ખમણ-ઢોકળાં વિશે શું કહ્યું?
Miss Universe India 2024 રિયા સિંઘાએ ખમણ-ઢોકળાં વિશે શું કહ્યું?
ગુજરાતી મૉડલ રિયા સિંઘાએ મિસ યુનિવર્સ ઇન્ડિયા -2024નો ખિતાબ જીત્યો છે. એ પછી તેમણે બીબીસીને ગુજરાતીમાં પોતાનો ઇન્ટરવ્યૂ આપ્યો હતો.
આ દરમિયાન તેમણે આગામી નવરાત્રી વિશે ઉત્સાહપૂર્વક વાત કરી હતી અને તેની સરખામણી મૅડિટેશન સાથે કરી હતી. રિયાએ થોડાં વર્ષો અગાઉ એક પુસ્તક પણ લખ્યું હતું, જેને પુરસ્કાર પણ મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે જયપુર ખાતે યોજાયેલી સ્પર્ધામાં રિયાએ 51 અન્ય સ્પર્ધકોને માત આપી હતી. હવે, તેઓ મૅક્સિકો ખાતે યોજાનારી મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભાગ લેશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



