You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારે ત્રણ વર્ષ પૂર્ણ કર્યાં ત્યાં હાલ કેવી પરિસ્થિતિ છે? - દુનિયા જહાન
અફઘાન મહિલાઓ પોતે ગીતો ગાતી હોય તેવાં વીડિયો ઑનલાઇન પોસ્ટ કરી રહી છે.
આ તેમના વિરોધની એક પદ્ધતિ છે, કારણ કે તાલિબાને મહિલાઓ પર ઘણા નિયંત્રણો લાદ્યાં છે.
જાહેર સ્થળોએ મહિલાઓનો અવાજ સાંભળવો જોઈએ નહીં, એવો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
ત્રણ વર્ષ પહેલાં તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો હતો, જેના કારણે હજારો લોકો દેશ છોડીને ભાગવા ઍરપૉર્ટ તરફ દોડ્યા હતા.
અફઘાનિસ્તાનમાં તાલિબાને સરકાર તો બનાવી, પરંતુ હજુ સુધી કોઈ દેશે તેને માન્યતા નથી આપી.
તેમની સરકાર સામે કોઈ ખાસ પડકાર નથી. રશિયા અને ચીન તો તાલિબાનને મહત્ત્વની બેઠકોમાં આમંત્રણ પણ આપે છે.
તાજેતરમાં તાલિબાને સરકારનાં ત્રણ વર્ષ પૂર્ણ થયા તેની ઉજવણી કરી હતી અને તેની સિદ્ધિઓ ગણાવી હતી.
તાલિબાને કહ્યું કે તેમણે દેશમાં શાંતિ અને સુરક્ષા સ્થાપિત કરી છે. સામાન્ય અફઘાનોને એ વાતની રાહત છે કે યુદ્ધ બંધ થઈ ગયું છે, પરંતુ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોના કારણે દેશની અર્થવ્યવસ્થા ડગમગી ગઈ છે.
અફઘાનિસ્તાનની અડધાથી વધુ વસ્તીને સહાયની જરૂર છે. તો આ અઠવાડિયે દુનિયા જહાનમાં આપણે એ જાણવાનો પ્રયાસ કરીશું કે અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન કેવું છે?
વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન