ઝારખંડમાં પ્રવાસી વિદેશી મહિલા પર થયેલા સામૂહિક બળાત્કાર કેસમાં મુખ્ય મંત્રીએ શું કહ્યું?
ઝારખંડમાં પ્રવાસી વિદેશી મહિલા પર થયેલા સામૂહિક બળાત્કાર કેસમાં મુખ્ય મંત્રીએ શું કહ્યું?
પહેલી માર્ચે ઝારખંડમાં મૂળ બ્રાઝિલિયન એવાં એક સ્પેનિશ પ્રવાસી મહિલા સાથે ગૅન્ગરેપના મામલામાં પોલીસે તમામ 8 આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
આ મામલો દુમકા જિલ્લાના હંસડીહા ચોકીનો છે. 28 વર્ષીય પીડિતા બાઇકર પોતાના પતિ સાથે ભારતભ્રમણ પર હતાં અને આ દરમિયાન આ યુગલ ઝારખંડ પહોંચ્યું હતું.
મહિલાના જણાવ્યા પ્રમાણે પહેલી માર્ચની રાત્રે તેઓ પોતાનાં ટૅન્ટમાં હતાં, ત્યાં બળાત્કાર કરવાના ઇરાદા સાથે આ લોકોનું ટોળું આવી ચઢ્યું. આ ટોળાએ તેમનાં પતિ સાથે મારપીટ કરી. તે દિવસે શું થયું તે વિશે તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર માહિતી મૂકી છે.
ઝારખંડના મુખ્ય મંત્રી ચંપાઈ સોરેને આ વિશે શું કહ્યું તે જાણવા જુઓ આ વીડિયો અહેવાલ

ઇમેજ સ્રોત, FACEBOOK



