મહારાષ્ટ્રનાં માતા-દીકરીએ 12મા ધોરણની પરીક્ષા સાથે કેવી રીતે પાસ કરી?

વીડિયો કૅપ્શન, મહારાષ્ટ્રના આ માતા-દીકરીએ 12મા ધોરણની પરીક્ષા સાથે કેવી રીતે પાસ કરી?
મહારાષ્ટ્રનાં માતા-દીકરીએ 12મા ધોરણની પરીક્ષા સાથે કેવી રીતે પાસ કરી?

મહારાષ્ટ્રના બદલાપુરનાં વતની સુધા માને અને સુદીક્ષા માનેએ એકસાથે 12મું પાસ કર્યું છે.

સુધા પરિવારની આર્થિક સ્થિતિને કારણે બાળપણમાં તેમનું શિક્ષણ પૂરું કરી શક્યા નહોતા.

તેમણે લગ્નનાં 20 વર્ષ પછી તેમણે ફરીથી અભ્યાસ કરવાનું નક્કી કર્યું. સુધા શિક્ષણ પૂર્ણ કરીને શિક્ષક બનવાં માગે છે.

એક ગૃહિણી અને પાણીપુરીની લારી ચલાવતાં સુધાએ અભ્યાસ કરી 12મા ધોરણની પરીક્ષા માટે તૈયારી કરવાના પડકારને કેવી રીતે પાર કર્યો અને તેમની પુત્રી અને પતિએ તેમને કેવી રીતે સહાયતા કરી? જાણો આ વીડિયો અહેવાલમાં....

અહેવાલ – શાહિદ શેખ

ઍડિટ – જમશેદ અલી

12મા ધોરણની પરીક્ષા પાસ કરનાર સુધા માને