ઢોલકીના તાલે ગીત-ભજન ગાઈને લોકોનું મનોરંજન કરનાર ગાયકની કહાણી
ઢોલકીના તાલે ગીત-ભજન ગાઈને લોકોનું મનોરંજન કરનાર ગાયકની કહાણી
આ છે જગાભાઈ બારોટની કહાણી....રોજ સવારે ઘરેથી તેઓ ઢોલ લઈને નીકળી પડે છે...ગામે ગામ ફરતાં ફરતાં...ગીત ગાવાં...
કેટલાંક કારણસર ભણી ન શકેલા જગાભાઈ પરિવારનું ગુજરાન ચલાવવા આમ ગીતો ગાય છે. બનાસકાંઠાથી રાધનપુર વચ્ચેના ગામમાં ફરીને ઢોલક સાથે આવા પારંપારિક ગીતો, માતાની સ્તુતિઓ ગાતા હોય છે. દર્શકો જે બક્ષિસ આપે તેમાંથી એમનું ગુજરાન ચાલે છે.
સાત જણાનો પરિવાર ધરાવતા જગાભાઈ જે બક્ષીસરૂપે મળે તે લઈને સાંજે ઘરે પાછા ફરે છે.
ગરબાં, ગીતો ગાઈને ગુજરાન રળતાં જગાભાઈ કહે છે કે ગુજરાન તો અમારું ઢોલકીના માથે જ છે.
જાણો તેમની કહાણી આ વીડિયોમાં...

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



