બીબીસી ISWOTY 2024નાં નૉમિની સ્મૃતિ મંધાના અંગે તમે શું જાણો છો?
બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર(ISWOTY) ઍવૉર્ડ 2024નાં નૉમિનીનાં નામ જાહેર થઈ ચૂક્યાં છે.
ભારતીય રમતગમત જગતમાં નોંધપાત્ર યોગદાન અને કૌશલ્ય દેખાડનારાં મહિલાને સન્માનવાના ફરી એક વાર બીબીસી લઈ આવ્યું છે IWOTYનું પાંચમું સંસ્કરણ.
આ વર્ષનાં ISWOTY ઍવૉર્ડનાં નૉમિની તરીકે ભારતીય મહિલા ગોલ્ફર અદિતિ અશોક, શૂટર અવનિ લેખરા અને મનુ ભાકર, મહિલા કુસ્તીબાજ વીનેશ ફોગાટ અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં સ્ફોટક બેટર સ્મૃતિ મંધાનાનું નામ સામેલ છે.
સ્મૃતિ મંધાનાને મહિલા ક્રિકેટમાં શ્રેષ્ઠ બેટરો પૈકી એક માનવામાં આવે છે.
2024માં સ્મૃતિએ રેકૉર્ડ 1659 રન બનાવ્યા જે એક કૅલેન્ડર વર્ષમાં મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છે. આમાં ચાર વનડે સદીનો સમાવેશ થાય છે, જે પણ મહિલા ક્રિકેટરમાં માટે સૌથી વધુ છે.
તેઓ 2024 મહિલા પ્રીમિયર લીગ જીતનારી રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લોર (RCB) ટીમનાં કપ્તાન હતાં.
સ્મૃતિ 2022 અને 2018માં ICC મહિલા ક્રિકેટર ઍવૉર્ડ વિજેતા બન્યાં હતાં. ઑસ્ટ્રેલિયાનાં એલિસ પેરી પછી બે વાર આ ઍવૉર્ડ જીતનારાં તેઓ બીજા ક્રિકેટર છે.
તેઓ 2020માં ટી-20 વર્લ્ડકપ અને 2017માં વનડે વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચેલાં ભારતીય ટીમમાં હતાં. સ્મૃતિને ભારતના સર્વોચ્ચ રમત સન્માનમાંનો એક અર્જુન ઍવૉર્ડ મળી ચૂક્યો છે.


બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



