You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ પ્લેન ક્રૅશ : બે વર્ષની બાળકી પૂછે છે 'મમ્મી ક્યાં છે?'
અમદાવાદ પ્લેન ક્રૅશ : બે વર્ષની બાળકી પૂછે છે 'મમ્મી ક્યાં છે?'
અમદાવાદથી લંડન જઈ રહેલું ઍર ઇન્ડિયાનું વિમાન ગુરુવારે 12મી જૂને અમદાવાદ ઍરપૉર્ટ પરથી ટેક-ઑફ થયા બાદ ગણતરીની સેકન્ડોમાં તૂટી પડ્યું હતું.
આ દુર્ઘટનમાં વિમાનમાં સવાર એક મુસાફરનો બચાવ થયો છે અને બાકીના તમામ લોકોનાં મોત થયાં છે.
દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ ડીએનએ ટેસ્ટથી કરાશે, ત્યાર બાદ પરિવારોને મૃતદેહ સોંપવામાં આવશે.
આ પ્લેન ક્રૅશની ઘટનામાં અનેક પરિવારોની ખુશી છીનવાઈ ગઈ છે.
હાલ સમગ્ર દેશમાં અમદાવાદ પ્લેન દુર્ઘટનાએ લોકોને આઘાત પહોંચાડ્યો છે ત્યારે મૃતકના પરિવારની હાલત તો વધુ કફોડી બની છે.
વડોદરાના આવા પરિવારોને મળીને બીબીસી ગુજરાતીએ તેમની વ્યથા જાણી હતી.
બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન