અફઘાનિસ્તાનમાં હવે મહિલાઓ લિખિત પુસ્તકો પર પ્રતિબંધ

અફઘાનિસ્તાનમાં હવે મહિલાઓ લિખિત પુસ્તકો પર પ્રતિબંધ

અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે મહિલાઓ દ્વારા લિખિત પુસ્તકોની ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. તાલિબાન સરકારનું કહેવું છે કે ભણતરવ્યવસ્થામાં સુધાર માટે આ પગલું લેવામાં આવ્યું છે.

કાબુલ યુનિવર્સિટીમાંથી 600 જેટલાં પુસ્તકને હઠાવી દેવામાં આવ્યાં છે. તાલિબાનોનું કહેવું છે કે તે 'શરિયત વિરુદ્ધ' અથવા 'તાલિબાનની નીતિથી વિપરીત સામગ્રી' ધરાવે છે.

આ સિવાય તાલિબાને 18 વિષયને ગેરકાયદેસર ઠેરવ્યા છે, જેમાંથી છ મહિલાકેન્દ્રીત વિષયો છે.

અફઘાની મૂળનાં મહિલાઓ અને લેખિકાઓ આના વિશે શું કહે છે, જાણો આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન