ભારતનાં પ્રતિષ્ઠિત પૅરા ઍથ્લીટ દીપ્તિ જીવનજીની સંઘર્ષકથા

વીડિયો કૅપ્શન, Sports : દેખાવ પર કમેન્ટ કરતાં લોકો છતા સંઘર્ષ પાર કરીને કેવી રીતે બન્યાં Para Athlete
ભારતનાં પ્રતિષ્ઠિત પૅરા ઍથ્લીટ દીપ્તિ જીવનજીની સંઘર્ષકથા

દીપ્તિ જીવનજી ભારતનાં પ્રતિષ્ઠિત પૅરા ઍથ્લીટ છે, જેમણે દેશ-વિદેશમાં અનેક સ્પર્ધાઓમાં પોતાનું અને દેશનું નામ રોશન કર્યું છે.

દીપ્તિએ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે અને દેશને ગૌરવ અપાવ્યું છે.

દીપ્તિ કહે છે કે તેમના દેખાવને કારણે લોકો તેમનાં માતાને કહેતા હતા કે બાળકીને ત્યજી દો. જોકે, માતાએ આ વાતો ન સાંભળી અને દીપ્તિનો ઉછેર કર્યો.

આજે ઠેર-ઠેર લોકો દીપ્તિનું સન્માન કરવા માટે તત્પર રહે છે. ત્યારે નિરાશાની વચ્ચે દીપ્તિએ કેવી રીતે સફળતાની રાહ પકડી અને શું છે તેમની કહાણી, જાણો તેમની પાસેથી.

દીપ્તિ જીવનજી

ઇમેજ સ્રોત, ani

ઇમેજ કૅપ્શન, દીપ્તિ જીવનજી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન