નહાતી વખતે વાળ ન ખરે તે માટે શું કરશો?
નહાતી વખતે વાળ ખરવાનાં મુખ્ય ત્રણ કારણો હોય છે.
- નહાતી વખતે લાંબા સમય સુધી ગરમ પાણીમાં ન્હાવાથી
- શૅમ્પૂ કે કંડીશનરના અયોગ્ય ઉપયોગથી
- માથું ચોખ્ખું કરવા ઘસી ઘસીને માથું ધોવું અને ભીના વાળમાં કાંસકો ફેરવવાથી
જોકે વાળ ઊતરવાના ઘણા કારણો હોઈ શકે છે.
આવામાં જો પ્રાથમિક ઘરગથ્થુ ઉપાયો, ખાનપાનમાં ફેરફારથી પણ ફાયદો ના થાય તો ડર્મેટોલૉજિસ્ટની સલાહ લેવી યોગ્ય છે.
પણ નહાતી વખતે વાળ ખૂબ ઊતરતા હોય તો પ્રાથમિક તબક્કે તમે જો ખૂબ ગરમ પાણીથી વાળ ધોતા હોય તો નવશેકા પાણીથી વાળ ધોવાનું શરૂ કરી શકો છો.
સાથે તમારી ત્વચા અનુસાર યોગ્ય શૅમ્પૂ પસંદ કરો જેમાં પેરાબિન કે સલ્ફેટ વધારે પ્રમાણમાં હોય તેવા શૅમ્પૂનો ઉપયોગ ટાળવો જોઈએ.
આ સાથે કોઈ સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો હોય તો તેના કારણે પણ વાળ ઊતરતા હોય છે.
કેટલીકવાર વધારે પડતા પ્રમાણમાં પ્રોટીન પાવડરના સેવનને કારણે પણ વાળ ઊતરે છે.
તો મલ્ટી વિટામિન ટેબલેટ્સ પણ લાંબા સમય સુધી લેવાથી વાળ ઊતરતા હોય છે.
આવી કોઈ બાબત હોય તો ડૉક્ટરનો સંપર્ક કરી યોગ્ય કાળજી લેવાનું શરૂ કરવું જોઈએ જેનાથી ખરતા વાળની સમસ્યાને રોકી શકાય.

ઇમેજ સ્રોત, Getty Images





