કૅનેડા-ભારત તણાવ: કૅનેડામાં રહેતા ભારતીયો શું બોલ્યા?

કૅનેડા-ભારત તણાવ: કૅનેડામાં રહેતા ભારતીયો શું બોલ્યા?

ભારત અને કૅનેડા વચ્ચે વિવાદ વધી રહ્યો છે. બંને દેશો તરફથી એક પછી એક નિવેદનો આવી રહ્યાં છે.

દરમિયાન ભારતના કૅનેડાસ્થિત ભારતીય મિશને કહ્યું છે કે ઑપરેશનલ કારણોથી આગળ કોઈ સૂચના જાહેર કરવામાં આવે ત્યાં સુધી વિઝા સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે.

ખાલિસ્તાની ઉગ્રવાદી નેતા હરદીપસિંહ નિજ્જરની કૅનેડામાં થોડા મહિનાઓ પહેલાં હત્યા કરી દેવામાં આવી હતી.

ગત સોમવારે કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર આરોપો લગાવતા કહ્યું હતું કે આ મામલામાં ભારતના ઍજન્ટોની સંડોવણી હોઈ શકે છે.

ભારત સરકારે કૅનેડાના વડા પ્રધાને લગાવેલા આરોપોને પાયાવિહોણા ગણીને ફગાવ્યા છે.