'હીનાનો ફોન હતો કે હું વિમાનમાં બેસી ગઈ છું અને પછી...'
'હીનાનો ફોન હતો કે હું વિમાનમાં બેસી ગઈ છું અને પછી...'
અમદાવાદની પ્લેન દુર્ઘટનાને એક મહિના કરતાં વધુ સમય પસાર થઈ ગયો છે, છતાં આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો માટે આ ઘાવ તાજો જ છે.
આવા જ પરિવારોમાંથી એક ખેડા જિલ્લાનો પટેલ પરિવાર છે. હીનાબહેન પટેલનાં પુત્રી યુકેમાં અભ્યાસ કરતાં હતાં, પરંતુ ત્યાંનું વાતાવરણ માફક ન આવતાં, તેઓ ગુજરાત પરત ફર્યાં હતાં.
હીનાબહેન તેમનાં પુત્રીની ઍડમિશન પ્રક્રિયા માટે ગુજરાત આવ્યાં હતાં. તેઓ તા. 12 જૂનની એ ફ્લાઇટમાં અમદાવાદથી ગૅટવિક જવા નીકળ્યાં હતાં, ત્યારે વિમાનને અકસ્માત નડ્યો હતો.
હીના બહેનના પતિ સૌરભભાઈએ 12મી જૂનના એ દિવસની વાતો જણાવી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



