ગુજરાતના સૌથી નાના ગામમાં લોકોની શું સમસ્યા છે?
ગુજરાતના સૌથી નાના ગામમાં લોકોની શું સમસ્યા છે?
ડાંગ જિલ્લામાં આવેલાં ગોકળમલ ગામમાં માત્ર 23 ઘર છે અને 80 મતદારો છે. આ ગુજરાતનું સૌથી નાનું ગામ છે.
સૌથી નાનું ગામ અને આટલા ઓછા મતદારો હોવાથી અહીં 'રામરાજ્ય' હોય તેમ લાગી શકે છે. પણ વાસ્તવિકતા કંઈક જુદી જ છે. અહીં આખા ગામ વચ્ચે એક જ હૅન્ડપંપ છે. જેનું પાણી થોડાક મહિનામાં ખલાસ થઈ જશે. અહીંના લોકો સરકારના કહેવા મુજબ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે પણ યોગ્ય વળતર ન મળવાથી ઘણા લોકો પાછા સેન્દ્રીય ખેતી તરફ પાછા વળી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ગ્રામજનોની અપેક્ષાઓ અને માગ અંગે જ્યારે તેમને પૂછવામાં આવ્યું તો ગામના અગ્રણી સુરેશભાઈ બોહીયે કહ્યું, "પ્રચાર માટે બધા જ આવે છે. ચૂંટણી બાદ કોઈ દેખાતું નથી." વધુ માહિતી માટે જુઓ ગુજરાતના સૌથી નાના ગામ ગોકળમલથી બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારા અને પવન જયસ્વાલનો વિશેષ અહેવાલ.





