મજૂરી કરીને પેટિયું રળનાર એ માતા, જેમની ચારેય દીકરીને સરકારી નોકરી મળી

વીડિયો કૅપ્શન, વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો
મજૂરી કરીને પેટિયું રળનાર એ માતા, જેમની ચારેય દીકરીને સરકારી નોકરી મળી

"આ મારું નસીબ છે કે હું આ ઘરમાં જન્મી, જો બીજું જીવન મળે તો હું આ જ માતાના કૂખે જન્મવા માગું છું."

આ શબ્દો છે એ દીકરીના, જેમનાં માતા ગોવરમ્માએ મજૂરી કરીને સંતાનોને પગભર બનાવ્યાં છે.

દૈનિક મજૂર તરીકે કામ કરીને ગોવરમ્માએ ચાર પુત્રીઓને ભણાવી હતી અને આજે ચારેય પુત્રી સરકારી નોકરી કરે છે.

ગોવરમ્માના પતિનું કમળાને કારણે 2007માં નિધન થયું હતું.

તેઓ કહે છે કે, "પતિનું મોત થયું ત્યારે મને ખબર પડતી નહોતી કે હવે હું શું કરીશ, પરંતુ મારા મોટા ભાઈએ સાંત્વના આપી અને પુત્રીઓને ભણાવવાનું કહ્યું."

જાણો તેમની અદ્ભુત કહાણી આ વીડિયોમાં...

આંધ્રપ્રદેશ, મહિલા, મજૂરી, પ્રેરણાત્મક કહાણી, બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન