રૅપ સૉંગ ગાઈને ભવિષ્યને ઘડતા ગામડાનાં યુવાઓની કહાણી

રૅપ સૉંગ ગાઈને ભવિષ્યને ઘડતા ગામડાનાં યુવાઓની કહાણી

પંજાબનાં આ ગામનાં યુવાઓ જાતે જ રૅપ સૉંગ લખે છે, સાથે ગાય પણ છે. તેમની કલા જોઈને મ્યુઝિક કંપનીઓ પણ તેમનો સંપર્ક કરી રહી છે.

આ યુવાનો રૅપ સૉંગથી તેમનું નસીબ બદલવાના પ્રયત્નો કરી રહ્યાં છે. તેના માટે તેમણે આ દાણા બજારને પ્લૅટફૉર્મ તરીકે પસંદ કર્યું છે, જ્યાં ખેડૂતો તેમનો પાક વેચવા આવે છે.

પરમજિતકોરને લોકો પરમના નામથી ઓળખે છે. તેઓ કહે છે, હું કૉલેજમાં અભ્યાસ કરી રહી હતી અને મારા કેટલાક મિત્રો ગીતો લખતાં, ગાતાં, મેં જ્યારે તેમને જોયા તો મારે પણ આવું જ કરવું હતું. મેં પણ ગીત લખ્યું અને ગાયું. એ લોકોને ગમ્યું, તેમણે કહ્યું તારે પણ રૅપ સૉંગ ગાવાં જોઈએ.

પરમ તરીકે જાણીતાં પરમજિતકોરના વીડિયો સોશિયલ મીડિયા પર ઘણા લોકપ્રિય છે અને લાખોમાં તેમને વ્યૂઝ મળે છે.

હવે ઘણી મ્યુઝિક કંપનીઓ આ યુવાન રૅપર્સનો સંપર્ક સાધી રહી છે. જે તેમના માટે એક આશાના કિરણ સમાન છે. યુવાઓને તેમનાં માતાપિતા પણ સહયોગ કરે છે. તેઓ બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય ઇચ્છે છે.

જાણો વધુ માહિતી આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન