દિલ્હી મેટ્રોમાં મહિલાનું સાડી ફસાઈ જતાં મૃત્યુ કેવી રીતે થયું? તેમનાં બાળકોનું હવે શું થશે?

વીડિયો કૅપ્શન, મેટ્રોમાં સાડી ફસાઈ જતાં રીના દેવીનું મોત, હવે બાળકોનું શું?
દિલ્હી મેટ્રોમાં મહિલાનું સાડી ફસાઈ જતાં મૃત્યુ કેવી રીતે થયું? તેમનાં બાળકોનું હવે શું થશે?

દિલ્હીના ઇન્દ્રલોક મેટ્રો સ્ટશેન પર રીના નાંગલોઈ નામના એક મહિલાની સાડી મેટ્રોના દરવાજામાં ફસાઈ ગઈ હતી અને તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ મહિલાનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. મહોલ્લામાં રહેતાં હતાં ત્યાંના લોકો હવે મેટ્રોનો ઉપયોગ કરવા મામલે ખચકાટ અનુભવી રહ્યા છે.

આ ઘટના વિશે જ્યારે બીબીસીએ દિલ્હી મેટ્રોનો સંપર્ક સાધ્યો ત્યારે જવાબ મળ્યો કે દિલ્હી મેટ્રો રેલ કૉર્પોરેશન આ મામલાની તપાસ કરે છે. ત્યારબાદ અમે આ મામલે પગલાં લઈશું.

તો દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતે આ મામલે રિપોર્ટ માગ્યો છે.

દિલ્હી મેટ્રોએ રીના દેવીના પરિવારને 15 લાખનું વળતર આપવાનું અને બાળકોનાં શિક્ષણની જવાબદારી સ્વીકારી છે.

આખી ઘટના બાબતે માહિતી જુઓ આ વીડિયો અહેવાલમાં.

દિલ્હી મેટ્રો
ઇમેજ કૅપ્શન, દિલ્હી મેટ્રોમાં સાડીનો છેડો આવી જતાં મૃત્યુ પામેલાં મહિલા
બીબીસી
બીબીસી