કોરોના મહામારીના મારને પગલે પેટ્રોલપંપ પર કામ કરતાં મહિલાની કહાણી

કોરોના મહામારીના મારને પગલે પેટ્રોલપંપ પર કામ કરતાં મહિલાની કહાણી

ઘરમાં આર્થિક સંકડામણને કારણે આ કામ કરવું પડે છે. મારા પતિની આવકમાંથી ઘરનો ઘર્ચ નથી નિકળતો. કોરોના બાદ તેમનું કામ ઘણું માંદુ થઈ ગયું.

આ વાત કરે છે અનિતા. તેમના પતિ ઈ-રિક્ષા ચલાવી રહ્યા છે અને અનિતાએ ઘર ચલાવવામાં પડી રહેલી આર્થિક સંકડામણને દૂર કરવા પેટ્રોલ પંપ પર સેલ્સ વુમન તરીકે કામ શરૂ કર્યું છે.

અનિતા 250 રૂપિયા પ્રતિદિનની મજૂરીએ આ કામ કરી રહ્યા છે.

કોરોના મહામારીની અનેક લોકોના જીવન અને રોજગાર પર અસર થઈ છે.

મહામારી બાદ અનેક પરિવારના સભ્યો ઘર ચલાવવા માટે કામ કરી રહ્યા છે.

અનિતા કહે છે કે ઘરનું ભાડું, બાળકોનું શિક્ષણ, મોંઘા સિલિન્ડરના પૈસા... આ બધા માટે મારે કામ કરવું પડે છે. અનિતાના સંઘર્ષની કહાણી સાંભળો એમના જ મોઢે....