હાર્મોનિયમને રિપૅર કરી તેના સૂરને સજીવન કરતાં કસબીનું જીવન કેવું છે?

વીડિયો કૅપ્શન,
હાર્મોનિયમને રિપૅર કરી તેના સૂરને સજીવન કરતાં કસબીનું જીવન કેવું છે?

આધુનિક સંગીતનાં સાધનો વચ્ચે હાર્મોનિયમનો સૂર ગૂંજતો રાખવામાં લાલશંકરભાઈ સુથાર જેવા કારીગરોનો અમૂલ્ય ફાળો છે.

સાબરકાંઠાના પ્રાંતિજના ઘડી ગામમાં હાર્મોનિયમનું રિપૅરકામ કરવાનો કસબ જાણતા જૂજ લોકોમાંથી તેઓ એક છે.

છેલ્લાં 30 વર્ષથી તેઓ હાર્મોનિયમનાં રિપેરિંગનું કામ કરે છે અને આ કામમાં તેમની ખૂબ ફાવટ છે.

તેઓ નવાં હાર્મોનિયમ પણ બનાવી આપે છે. ઠેકઠેકાણેથી લોકો તેમનું સરનામું પૂછતાં પૂછતાં લોકો તેમની પાસે પહોંચે છે.

હાર્મોનિયમના રિપેરિંગનું કામ કેટલું અધરું છે? તેમાં શું ધ્યાન રાખવું પડે છે?

વધુ જુઓ આ વીડિયોમાં...

હાર્મોનિયમ કારીગર, ગુજરાત, બીબીસી ગુજરાતી