‘હું ગામમાં જઉં તો લોકો કહે છે, જુઓ ઝાંસીની રાણી આવી,’ 70 વર્ષની ઉંમરે ઘોડેસવારી કેમ કરે છે આ બા?

વીડિયો કૅપ્શન, બજારમાં પણ ઘોડી લઇને ફરતા આ મહિલાને લોકો ઝાંસીની રાણી કેમ કહે છે?
‘હું ગામમાં જઉં તો લોકો કહે છે, જુઓ ઝાંસીની રાણી આવી,’ 70 વર્ષની ઉંમરે ઘોડેસવારી કેમ કરે છે આ બા?

‘હું ગામમાં જઉં તો લોકો કહે છે, જુઓ ઝાંસીની રાણી આવી,’ 70 વર્ષની ઉંમરે ઘોડેસવારી કેમ કરે છે આ બા?

લહાનાબાઈ 70 વર્ષનાં છે, પણ રોજબરોજના કામ માટે ઘોડેસવારી કરીને જ અવરજવર કરે છે.

તેમણે આ ઘોડી પાંચ હજાર રૂપિયામાં ખરીદી હતી.

ઘોડી ખરીદ્યા બાદ આ વાતને લઈને તેમના પતિ સાથે રોજ ઝઘડો પણ થાય છે. તેમના પતિને લાગે છે કે એ કોઈ કામની નથી.

લહાનાબાઈ પાસે છેલ્લાં સાત-આઠ વર્ષથી આ ઘોડી છે.

તેઓ કહે છે કે, “મને તેના પર બેસતા બીક લાગતી હતી, પણ છતાં હું પ્રયાસ કરતી રહેતી. પરંતુ અમુક સમય બાદ મેં શાકભાજી અને અન્ય વસ્તુઓની ખરીદી માટે તેના પર જવાનું શરૂ કર્યું.”

લહાનાબાઈ પ્રમાણે તેમને લોકો શું કહે છે તેમની પરવા નથી. તેઓ તો ઘોડેસવારીનો આનંદ માણવાની સાથે પોતાનાં કામ પતાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

જુઓ, તેમની કહાણી બીબીસી ગુજરાતીની આ રજૂઆતમાં.

બીબીસી ગુજરાતી