You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બીબીસી ISWOTY 2024નાં નૉમિની વીનેશ ફોગાટ વિશે તમે શું જાણો છો?
બીબીસી સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર (ISWOTY) 2024 ઍવૉર્ડ ફરી એક વાર આવી ચૂક્યો છે ભારતીય મહિલા રમતગમત જગતમાં જબરદસ્ત યોગદાન અને પ્રદર્શન કરનાર મહિલા ખેલાડીઓનું સન્માન કરવા.
આ વખતનાં બીબીસી ISWOTYનાં નૉમિની પણ જાહેર કરી દેવાયાં છે.
જેમાં શૂટર મનુ ભાકર, શૂટર અવનિ લેખરા, મહિલા ગોલ્ફર અદિતિ અશોક, ક્રિકેટર સ્મૃતિ મંધાના અને ખ્યાત મહિલા કુસ્તીબાજ વીનેશ ફોગાટ પણ સામેલ છે.
કુસ્તીબાજ વીનેશ ફોગાટે ત્રણ વાર ઑલિમ્પિકમાં ભાગ લીધો છે અને તેમણે ભારત માટે ઘણા મેડલો જીત્યા છે.
પેરિસ 2024 ઑલિમ્પિક ફાઇનલમાં પહોંચનારાં તેઓ પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ બન્યાં હતાં. પરંતુ વજન ઘટાડવામાં નિષ્ફળ જવાને કારણે તેમને ફાઇનલમાં ગેરલાયક ઠેરવવામાં આવ્યાં હતાં.
વીનેશે 2019 અને 2022માં વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં બ્રૉન્ઝ જીત્યો હતો. તેમણે એશિયન ગેમ્સમાં એક ગોલ્ડ અને એક બ્રૉન્ઝ અને કૉમનવેલ્થ ગેમ્સમાં ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા હતા.
રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયાના ભૂતપૂર્વ ચીફ બ્રિજભૂષણ શરણસિંહ સામેના વિરોધ કરનારાઓમાં તેઓ પણ સામેલ હતાં. બ્રિજભૂષણ પર મહિલા કુસ્તીબાજોનું જાતીય શોષણ કરવાનો આરોપ છે. સિંહે તમામ આરોપોને નકારી કાઢ્યા હતા.
2024માં વીનેશ કૉંગ્રેસ પાર્ટીમાંથી ચૂંટણી લડીને હરિયાણામાં ધારાસભ્ય બન્યાં છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન