તેલંગણામાં ખાસ બિસ્કિટ બનાવીને કમાણી કરતી આદિવાસી મહિલાઓની કહાણી

વીડિયો કૅપ્શન, આ મહિલાઓ જે બિસ્કિટ બનાવે છે તેમાં એવું શું ખાસ છે કે પીએમ મોદીએ તેનો ઉલ્લેખ કર્યો?
તેલંગણામાં ખાસ બિસ્કિટ બનાવીને કમાણી કરતી આદિવાસી મહિલાઓની કહાણી

તેલંગણાના ભદ્રાચલનના આદિવાસી મહિલાઓ ભદ્રાદ્રી મૅજિકના નામે મિલેટ બિસ્કિટ બનાવે છે.

તેઓ બાજરી, જુવાર, રાગી સહિતના મિલેટમાંથી ખાસ બિસ્કિટ તૈયાર કરે છે. તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં તેનો ખાસ ઉલ્લેખ કર્યો હતો.

જોકે, મહિલાઓની સફર સરળ ન હતી. પહેલાં તેઓ સૅનિટરી પૅડ બનાવતાં, પરંતુ તેમાં મુશ્કેલી હતી.

પહેલાં તેઓ રોજ બહુ નાના પ્રમાણમાં બિસ્કિટ બનાવતાં. ધીમે-ધીમે ઑર્ડર વધુ આવતા ગયા અને મહિલાઓનો આત્મવિશ્વાસ પણ વધવા લાગ્યો. તેમના બિસ્કિટ ન કેવળ ભારતમાં ખવાય છે, પરંતુ વિદેશમાં પણ તેની નિકાસ થાય છે.

વડા પ્રધાન મોદીએ તેમના રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'માં ઉલ્લેખ કર્યો, તેના વિશે આ મહિલાઓ શું કહે છે.

મહિલાઓ, તેલંગણા, બિસ્કિટ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન