સુરેન્દ્રનગરમાં પ્રેમસંબંધ બાદ જન્મેલી બાળકીને માતાએ દાટી દીધી, કઈ રીતે ખુલાસો થયો?
સુરેન્દ્રનગરમાં પ્રેમસંબંધ બાદ જન્મેલી બાળકીને માતાએ દાટી દીધી, કઈ રીતે ખુલાસો થયો?
સારવાર લઈ રહેલી આ નવજાત બાળકી સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં દાટી દીધેલી હાલતમાં જીવિત મળી આવી.. ધાંગધ્રા તાલુકાના હરીપર ગામ પાસેથી મળેલી બાળકીને સ્થાનિક લોકો દ્વારા ધાંગધ્રા હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી હતી...
પોતાના પશુ ચરાવી રહેલા માલઘારીઓને કોઈ બાળકીના રડવાનો અવાજ સંભળાયો અને એ રીતે આ બાળકી દાટેલી હાલતમાં મળી આવી હતી. જેની જાણ 108 એમ્બ્યુલન્સ તેમજ સ્થાનિક પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો.
ધ્રાંગધ્રામાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ ખાતે આ બાળકીની સારવાર ડોક્ટરની દેખરેખ નીચે શરૂ કરવામાં આવી છે.બનાવ મામલે પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જુઓ આ વીડિયોમાં
અહેવાલ- સચીન પીઠવા, ઍડિટ - સુમિત વૈદ

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)



