જીએસટીમાં ઘટાડા બાદની પ્રથમ દિવાળી, જુઓ સુરતમાં ખરીદીનો માહોલ

વીડિયો કૅપ્શન, Surat : GST ઘટાડાનો લાભ શું ખરીદીમાં દેખાય છે? દિવાળીની ખરીદી કરતા ગ્રાહકોએ શું કહ્યું?
જીએસટીમાં ઘટાડા બાદની પ્રથમ દિવાળી, જુઓ સુરતમાં ખરીદીનો માહોલ

દિવાળીના તહેવારોમાં ભારત સહિત ગુજરાતનાં મોટાં ભાગનાં શહેરોમાં ખરીદી જોવા મળી રહી છે અને સુરત પણ તેમાંથી બાકાત નથી.

નવરાત્રિના પહેલા દિવસે જીએસટી કાઉન્સિલે ગુડ્સ ઍન્ડ સર્વિસિઝ ટૅક્સમાં ભારે ઘટાડો કર્યો હતો. સરકારના દાવા પ્રમાણે, તેના કારણે મોટા ભાગની ચીજવસ્તુઓ સસ્તી બની રહી છે.

જોકે બજારમાં ખરીદી માટે આવેલો લોકો મોંઘવારી અંગે અલગ-અલગ મત આપી રહ્યા છે.

ત્યારે સુરતમાં ખરીદદારોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જીએસટીના દરોમાં ઘટાડા વિશે તેમણે શું કહ્યું, જુઓ આ વીડિયોમાં.

દિવાળીની ખરીદી, જીએસટી, સુરત, ફટાકડા, રંગોળી,

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન