અતુલ પુરોહિત : 'મારો સ્વર મેં ગીરવી મૂક્યો છે', નવરાત્રિમાં ખેલૈયાઓને ઘેલું લગાડનાર ગાયકની કહાણી
અતુલ પુરોહિત : 'મારો સ્વર મેં ગીરવી મૂક્યો છે', નવરાત્રિમાં ખેલૈયાઓને ઘેલું લગાડનાર ગાયકની કહાણી
વડોદરા શહેરના ગરબાની આગવી ઓળખ સાથે ગાયક અતુલ પુરોહિતનું નામ ગાઢ રીતે જોડાયેલું છે.
ખેલૈયાઓમાં એમના સ્વરે ગવાતા ગરબા ખાસ્સા લોકપ્રિય છે. એક પણ ફિલ્મી ગીતનો ટેકો લીધા વગર, ગરબામાં સુગમની સોડમ ઉમેરીને અતુલ પુરોહિતે પોતાનો બહોળો ચાહકવર્ગ ઊભો કર્યો છે.
અલબત્ત, આ સ્તરે પહોંચ્યા પછી પણ અતુલ પુરોહિત સંગીત સાધનામાં પૂરતો સમય આપે છે.
તેઓ કહે છે, ''કુદરતી સ્વરને બહુ જાળવણીની જરૂર નથી. મારો સ્વર મેં ગીરવી મૂકી દીધો છે. મારા સ્વરની એ લોકો કાળજી લે છે.''
અતુલ પુરોહિતે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં આવી ઘણી રસપ્રદ વાતો કરી છે. તેઓ આ વીડિયોમાં સાંપ્રત સોશિયલ મીડિયા અને ગરબાની ઊજળી પરંપરા અંગે વાતો કરે છે.
અતુલ પુરોહિત પોતાના ગુરુ તરીકે કોને ગણાવે છે? ઊગતા કલાકારોને અતુલ પુરોહિત શું સલાહ આપે છે?
જુઓ આ વીડિયો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



