જળનાયિકા: આ ગામની મહિલાઓએ એવું શું કર્યું કે ભરઉનાળે પણ અહીં પાણીની તંગી નથી?

વીડિયો કૅપ્શન,
જળનાયિકા: આ ગામની મહિલાઓએ એવું શું કર્યું કે ભરઉનાળે પણ અહીં પાણીની તંગી નથી?

મહારાષ્ટ્રની આ જળનાયિકાઓની આ કહાણી છે.

ગામલોકો આ મહિલાઓના અવિરત પ્રયાસોને કારણે એપ્રિલ મહિનાની કાળઝાળ ગરમીમાં પણ પીવાનું પાણી મેળવી શકે છે. આ વિસ્તારમાં સમુદાયોનો પૂરતો સહકાર મળવાથી આ મહિલાઓ ભૂગર્ભજળના સ્તરને બચાવવામાં સફળ રહ્યાં છે.

પાણીની આ કહાણી ગ્રામ્ય વિસ્તારોમાં આત્મવિશ્વાસુ મહિલા નેતાઓના ઉદ્ભવને દર્શાવે છે. આમાંનાં કેટલીક મહિલાઓ વંચિત સમુદાયમાંથી પણ છે.

આ મહિલાઓ ખૂબ જ ઓછા પ્રમાણમાં થતાં વરસાદના પાણીને કાળજીપૂર્વક માપે છે અને તેનું ધ્યાન રાખે છે. આ કામ તેમનું ધ્યેય છે અને તેમના સમુદાય માટે આ તેમની પ્રતિજ્ઞા પણ છે.

બીબીસીએ આ મહિલાઓ પાસેથી સમજવાની કોશિશ કરી હતી કે તેમણે આ મિશનને કઈ રીતે પાર પાડ્યું હતું.

વધુ જુઓ આ વીડિયોમાં...

મહારાષ્ટ્રના ગામની મહિલાઓ
મહારાષ્ટ્ર, જળસંચય, બીબીસી ગુજરાતી, મહિલાઓ