ઉત્તર પ્રદેશનાં ગામડાંના લોકો શા માટે માંચડા ઉપર ઊંઘવા માટે મજબૂર છે?
ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારના લોકો આજકાલ ભયમાં રાતો પસાર કરી રહ્યા છે. તેમને કોઈ ચોર-લૂંટારા કે ગૅંગનો ભય નથી, પરંતુ પ્રાણીનો છે.
છેલ્લા કેટલાક મહિનાથી બહરાઇચ તથા તેની આસપાસના વિસ્તારોમાં વરુ લોકો ઉપર હુમલા કરે છે અને બાળકોને ઊઠાવીને લઈ જાય છે, જેના કારણે ગ્રામજનો ફફડાટમાં રાત વિતાવવા મજબૂર છે.
કોઈક બાળકનો પતો નથી, તો કોઈ બાળક હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. વરુ અબાલવૃદ્ધ સૌ ઉપર હુમલા કરી રહ્યા છે.
વનવિભાગે આ અંગે જાગૃતિ લાવવા અભિયાન હાથ ધર્યું છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને સ્થાનિકો મળીને વરૂઓથી લોકોને બચાવવા માટે પ્રયાસરત છે. લોકો પણ વરૂઓથી બચવા માટે પોતાની રીતે વ્યવસ્થા કરી રહ્યા છે.
બીબીસીની ટીમ જ્યારે આવા જ ગામની મુલાકાતે હતી, ત્યારે બપોરના સમયે વરૂ દ્વારા બાળકને ઊઠાવી જવાની ઘટના ઘટી. જુઓ આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



