દિલ્હીના લાલ કિલ્લા પાસે બ્લાસ્ટની તપાસ 24 કલાકમાં ક્યાં પહોંચી? જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
દિલ્હીના લાલ કિલ્લા નજીક સોમવારે સાંજે લગભગ સાત વાગ્યે એક કારમાં બ્લાસ્ટ થયો હતો.
દિલ્હી પોલીસે અત્યાર સુધી આ ઘટનામાં ઓછામાં ઓછા આઠ લોકોનાં મૃત્યુ થયાં હોવાની માહિતી આપી છે. આ ઉપરાંત ઘટનામાં પ્રચંડ બ્લાસ્ટને કારણે કેટલાક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે.
ઐતિહાસિક લાલ કિલ્લા અને ચાંદની ચોક બજાર પાસેના સિગ્નલ પાસે એક ચાલતી કારમાં સાંજના સમયે બ્લાસ્ટ થતાં ભારે ટ્રાફિકવાળા આ રસ્તામાં ફસાયેલાં વાહનોને ભારે નુકસાન થયેલું જોવા મળ્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને ગૃહ મંત્રી અમિત શાહ સુધીના મોટા નેતાઓએ આ ઘટનામાં તપાસ એજન્સી કામે લાગેલી હોવાની અને દોષિતો સામે કઠોર કાર્યવાહી કરવાની વાત કરી છે.
જોકે, હવે આ ઘટનાને 24 કલાક કરતાં વધુ સમય વીતી ચૂક્યો છે. હજુ સુધી આ મામલાની તપાસ ક્યાં સુધી પહોંચી છે?
24 કલાકમાં શું શું બન્યું?ઘટનાસ્થળ પર શું ચાલી રહ્યું છે? જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટમાં.
અહેવાલ : શ્યામ બક્ષી
ઍડિટ : અવધ જાની

ઇમેજ સ્રોત, Elke Scholiers/Getty Images



