મહીસાગર: દલિત સમાજની યુવતીના વાળ ખેંચી ગરબા રમવા નહીં દેવાનો મામલો શું છે?
મહીસાગર: દલિત સમાજની યુવતીના વાળ ખેંચી ગરબા રમવા નહીં દેવાનો મામલો શું છે?
મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ભરોડી ગામે દલિત પરિવારો સાથે ભેદભાવ થતો હોવાનો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે.
ગામની દલિત સમાજની મહિલાઓનો આરોપ છે કે વર્ષોથી દલિત સમાજને ગામના સાર્વજનિક ગરબા મંડળમાં ગરબે રમવા નથી દેવાતા.
ગામની દલિત મહિલાઓએ કરેલી ફરિયાદ મુજબ તેઓ ઘટનાને દિવસે જ્યારે ગરબા રમવા ગયાં ત્યારે એક સમુદાયની મહિલાઓએ ગરબા રોકી દઈને જાતિવાચક શબ્દો બોલીને તેમની સાથે મારામારી કરી હતી.
આ આખા મામલે વીરપુર પોલીસ સ્ટેશન ખાતે ગામની ચાર મહિલાઓ સામે ઍટ્રોસિટી ઍક્ટ હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
અહેવાલ : જિગર પટેલ, મહીસાગર
ઍડિટ : અવધ જાની

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



