31 વર્ષનાં પદ્મજા કેવી રીતે બધું ભૂલી ગયાં અને બાળકની જેમ બધું જ ફરી શીખ્યાં?
31 વર્ષનાં પદ્મજા કેવી રીતે બધું ભૂલી ગયાં અને બાળકની જેમ બધું જ ફરી શીખ્યાં?
વિચારો કે એક દિવસ એવું થાય કે તમે બધું જ ભૂલી જાવ. પોતાનું નામ, સ્વજનોનો ચહેરો એટલે સુધી કે ચાલવાનું, બોલવાનું અને લખવાનું બધું જ. આ વાત કોઈ જૂની હિન્દી ફિલ્મ જેવી લાગે પણ એક એવી ઘટના બની છે.
આપણે કદાચ જે વિચારી પણ ના શકીએ તેવું રાજસ્થાનના જયપુરમાં રહેતાં પદ્મજાની સાથે થયું.
31 વર્ષનાં પદ્મજાએ બાળકની જેમ ફરીથી જીવન જીવતાં શીખવું પડ્યું.
પદ્મજાને 2017માં અચાનક માથામાં દુખાવો થયો અને આ પછી તેમને મગજની પાંચ સર્જરી કરાવવી પડી, પણ શસ્ત્રક્રિયા પછી તેઓ બધું જ ભૂલી ગયાં.
જેમ કોઈ નાનું બાળક શૂન્યથી શીખવાનું શરૂ કરે છે તેવી રીતે પદ્મજાએ પણ બધું શીખવાનું શરૂ કર્યું. જાણો પદ્મજાની દાસ્તાન તેમનાં જ શબ્દોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



