ગંભીરા બ્રિજ : 'મારો છોકરો પાણી પીને મરી ગયો', છ સભ્યો ગુમાવનાર મહિલાની વેદના
ગંભીરા બ્રિજ : 'મારો છોકરો પાણી પીને મરી ગયો', છ સભ્યો ગુમાવનાર મહિલાની વેદના
વડોદરામાં ગંભીરા બ્રિજનો વચ્ચેનો ભાગ તૂટી પડ્યો છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોનાં મોત થયાં છે.
મહી નદી પરનો પુલ તૂટવાની દુર્ઘટનાએ લોકોને હચમચાવી નાખ્યા છે.
ગંભીરા બ્રિજ તૂટી પડ્યા બાદ પોતાના દીકરાને બચાવવા માટેની બૂમો પાડતાં સોનલબહેનનો વીડિયો ખૂબ વાઇરલ થયો હતો.
સોનલબહેન પઢિયાર આ દુર્ઘટનામાં બચી ગયાં હતાં. બીબીસી ગુજરાતીએ સોનલબહેન પઢિયાર અને તેમના પરિવાર સાથે વાતચીત કરી હતી.
આ ઘટનામાં પોતાના પતિ અને બે બાળકો સહિત પરિવારના છ સભ્યો ગુમાવનારાં સોનલબહેનનું જાણે કે બધું જ છીનવાઈ ગયું છે. સોનલબહેન અને તેમનો પરિવાર પુત્રજન્મની માનતા પૂરી કરવા માટે બગદાણા જઈ રહ્યો હતો ત્યારે પુલ તૂટવાની ઘટના બની હતી.
સોનલબહેનની કહાણી જુઓ આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન



