You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સેક્સ ઇન્ડસ્ટ્રી : અબજો રૂપિયાના વૈશ્વિક સેક્સકૅમ ઉદ્યોગમાં મહિલાઓ કેવું કામ કરે છે?
બીબીસીની એક તપાસમાં ગ્લોબલ વેબકૅમ ઇન્ડસ્ટ્રીમાં શોષણ અને દુર્વ્યવહાર થતો હોવાનું જાણવા મળ્યું છે. જેમાં મહિલાઓ લાઇવ સેક્સ્યુઅલ પર્ફૉર્મ કરે છે જેને દુનિયાભરના પુરુષો ઑનલાઇન જુએ છે.
આ કૉન્ટેન્ટની માગ ખૂબ વધારે છે. પાછલા એક વર્ષમાં આ પ્રકારનું કૉન્ટેન્ટ દર્શાવનારા મુખ્ય પ્લૅટફૉર્મ્સ પર આશરે 15 અબજ વ્યૂઝ આવ્યા હતા.
એક અનુમાન છે કે કોલંબિયામાં આશરે પાંચ લાખ મહિલાઓ આ કામ સાથે સંકળાયેલી છે.
આ પ્રકારના સ્ટુડિયો નાનાથી માંડીને મોટા કદના, ઓછા બજેટથી માંડીને મોટા કામકાજ સુધીના હોય છે.
તેમાં લાઇટ, કમ્પ્યુટર, વેબકૅમ અને ઇન્ટરનેટ કનેક્શન સાથેના પર્સનલ રૂમ્સ હોય છે. તેમાં મૉડલ્સ જાતીય કૃત્યો કરે છે, જે વિશ્વભરના દર્શકો માટે સ્ટ્રીમ કરવામાં આવે છે. એ દર્શકો મૉનિટર્સ તરીકે ઓળખાતા વચેટિયાઓ મારફત તેમને મૅસેજ કરે છે અને વિનંતી મોકલે છે.
વૈશ્વિક સેક્સકૅમ ઉદ્યોગ તેજીમાં ધમધમી રહ્યો છે.
ઍનાલિટિક્સ ફર્મ સેમરૂશના જણાવ્યા મુજબ, વૈશ્વિક સ્તરે વેબકૅમ પ્લૅટફૉર્મનાં માસિક વ્યૂઝની સંખ્યા 2017થી ત્રણ ગણી વધીને લગભગ 1.3 અબજની થઈ ગઈ છે.
દેશનાં એડલ્ટ વેબકૅમ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા ફેનલવેબના જણાવ્યાં અનુસાર, કોલંબિયામાં કોઈ પણ દેશ કરતાં વધુ, ચાર લાખ મૉડલ્સ હોવાનો અને 12,000 વેબકૅમ સ્ટુડિયો હોવાનો અંદાજ છે.
આ સ્ટુડિયો પ્રદર્શનોનું ફિલ્માંકન કરે છે અને એ સામગ્રી વૈશ્વિક વેબકૅમ પ્લૅટફૉર્મ પર ફીડ કરે છે, જે વિશ્વભરમાં પૈસા ચૂકવતા લાખો દર્શકો માટે તેનું પ્રસારણ કરે છે.
દર્શકો મૉડલ્સને વિનંતી કરે છે, ટિપ્સ આપે છે અને તેમને ગિફ્ટ્સ આપે છે.
જાણો આ ઇન્ડસ્ટ્રીની ચોંકાવનારી માહિતી બીબીસી સંવાદદાતા સોફિયા બેટીઝાના આ અહેવાલમાં.