ઓડિશાનો કરુણા સિલ્ક પ્રોજેક્ટ, જેમાં કીડાને માર્યા વિના રેશમ કાઢવામાં આવે છે
ઓડિશાનો કરુણા સિલ્ક પ્રોજેક્ટ, જેમાં કીડાને માર્યા વિના રેશમ કાઢવામાં આવે છે
અશોકદાસ સહિત ઓડિશાના રાઉતપાડામાં વણાટકામ કરતા કારીગરોને એ વાતની રાહત છે કે જે રેશમી દોરાને વણીને તેઓ કપડું બનાવી રહ્યા છે તેમાં જીવહત્યા નથી થતી.
2022માં ઓડિશા સરકાર 'કરુણા સિલ્ક' નામે એક પાઇલટ પ્રોજેક્ટ લાવી હતી.
પરંપરાગત રીતે તો રેશમના કીડાને ગરમ પાણીમાં નાખીને મારી નાખવામાં આવે છે, પરંતુ કરુણા સિલ્કને બનાવવા માટે જીવહત્યા નથી થતી.
એ કેવી રીતે બને છે તે સમજવા માટે અમે 60 વર્ષના પદ્મલોચન નંદાની મુલાકાત લીધી.
તેઓ રેશમના કીડાની સંભાળ રાખે છે. નંદાના દિવસની શરૂઆત ખેતરોમાં આંટા મારવાથી થાય છે. તેઓ રેશમના કીડા મેળવવા અરંડીના વૃક્ષનાં તાજાં પાંદડાં તોડે છે.
જુઓ, કેવી રીતે બને છે અહિંસક રેશમ, માત્ર બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆતમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



