મૃદંગ વગાડતાં આ મહિલા કર્ણાટકી સંગીતમાં માટલું વગાડનારાં પ્રથમ મહિલા ઘટમવાદક કેવી રીતે બની ગયાં?

વીડિયો કૅપ્શન,
મૃદંગ વગાડતાં આ મહિલા કર્ણાટકી સંગીતમાં માટલું વગાડનારાં પ્રથમ મહિલા ઘટમવાદક કેવી રીતે બની ગયાં?

એક સમયે જે આંગળીઓને ઘટમ વગાડવા માટે નાજૂક ગણવામાં આવી હતી એ આંગળીઓ હવે જ્યારે પણ ઘટમ વગાડવા માટે ઉપડે છે, ત્યારે લોકો તેમાંથી પેદા થતું અદ્ભુત સંગીત સાંભળીને દંગ રહી જાય છે.

આ છે સુકન્યા રામગોપાલ, દાવો છે કે તેઓ કર્ણાટકી સંગીતનાં પ્રથમ મહિલા ઘટમવાદક છે. સુકન્યા રામગોપાલ જાણીતા સંગીતજ્ઞ હરિહર શર્માને પોતાના પ્રારંભીક ગુરુ માને છે. તેઓ કહે છે કે હરિહર શર્મા તેમના પિતા સમાન છે. તેઓ તેમની એક વાત તો ક્યારેય નહીં ભૂલે.

સુકન્યા રામગોપાલ પહેલા મૃદંગમ શીખતા હતા. પરંતુ ઘટમના સુરે તેમને પોતાના તરફ આકર્ષિત કર્યાં. તેમના આ જ ઉત્સાહને તેમના ગુરુ હરિહર શર્માએ જોયો. જ્યારે તેઓ 18 વર્ષનાં હતાં ત્યારે ઘટમ વગાડતી વખતે તેમને આંગળીઓમાં અને ખભા પર દર્દ થતું હતું. પરંતુ તેમનો ઉત્સાહ ધીમો ન પડ્યો.

એક વર્ષ બાદ વિકુ વિનાયક રામે તેમને ઘટમ વગાડતાં જોયાં ત્યારે તેઓ અચંબો પામ્યા. ત્યારબાદ વિકુ વિનાયક રામ સુકન્યા રામગોપાલના ગુરુ બન્યા અને પછી શરૂ થયો કાર્યક્રમમાં જવાનો પ્રારંભ..જોકે સુકન્યા માટે રાહ આસાન નહોતી.

સુકન્યા સૌથી મુશ્કેલ મનાતા મદુરાઈ ઘટમ વાદ્યનો ઉપયોગ કરે છે. તેનું વજન લગભગ પાંચ કિલો હોય છે. કર્ણાટક સંગીતમાં ત્રણ પ્રકારનાં ઘટમનો ઉપયોગ થાય છે. જેમાં એક છે બેંગલોર ઘટમ, બીજું છે મદ્રાસ ઘટમ અને ત્રીજું છે મન્ના મદુરાઈ ઘટમ...

સુકન્યા રામગોપાલે ઘટતરંગ રચનાને નવું રૂપ આપ્યું છે. તેમણે ઘણા તાલો અને રાગોને બચાવવાનું કામ કર્યું છે. તેમણે મહિલાઓનું એક એવું ગ્રૂપ બનાવ્યું જેમાં તમામ વાદ્યો મહિલાઓ વગાડતાં હોય.

ઘટમવાદન
ઇમેજ કૅપ્શન, ઘટમવાદક સુકન્યા રામગોપાલ
બીબીસી
બીબીસી