અશિક્ષિત મહિલાઓના પ્રયાસે ઊભી કરી દીધી દેશની પ્રથમ ડિજિટલ મહિલા સહકારી બૅંક
અશિક્ષિત મહિલાઓના પ્રયાસે ઊભી કરી દીધી દેશની પ્રથમ ડિજિટલ મહિલા સહકારી બૅંક
25 વર્ષ પહેલાં મહિલાઓ માટે સ્થપાયેલી ગ્રામીણ ભારતીય બૅંક એવી ધ માણદેશી મહિલા સહકારી બૅંકની શરૂઆત કરાઈ હતી.
તે દેશની પ્રથમ ડિજિટલ મહિલા સહકારી બૅંક છે.
આ બૅંકના નિયમો અનુસાર અહીં માત્ર મહિલાઓને લોન અપાય છે.
હવે તેનું લક્ષ્ય વિશ્વની પહેલી મહિલા ડિજિટલ બૅંક બનવાનું છે.
પરંતુ હવે આકાશમાં ઊડવાનાં સપનાં જોતી આ બૅંકની બૅંકિંગ લાઇસન્સ માટેની અરજી આરબીઆઈએ નકારી દીધી હતી.
કારણ કે આ બૅંકનાં પ્રમોટરો અશિક્ષિત મહિલાઓ હતાં.

ઇમેજ સ્રોત, MAAN DESHI MAHILA SAHAKARI BANK





