ગુજરાતમાં વરસાદને અંગે શું આગાહી છે, આગામી દિવસોમાં માવઠું થશે?

ગુજરાતમાં વરસાદને અંગે શું આગાહી છે, આગામી દિવસોમાં માવઠું થશે?

ગુજરાતમાં શિયાળો માંડ જામ્યો હતો અને લોકો દિવસભર ઠંડીની અનુભૂતિ કરી રહ્યા હતા, એવામાં ફરી વાતાવરણમાં પલટો આવ્યો છે.

ગુરૂવારની રાત્રે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ ઊભું થયું હતું. અમુક સ્થળોએ હળવો વરસાદ કે છાંટા પડ્યા હતા.

શુક્રવારે સવારે દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જ્યારે એનાથી ઉત્તરીય વિસ્તારોમાં હીમવર્ષા થઈ રહી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની એક સિસ્ટમ મજબૂત બની ગઈ છે અને લૉ-પ્રેશનર એરિયા બની ગયો છે અને આ સિસ્ટમના નિર્ગમન બાદ વધુ એક સિસ્ટમ બનશે.

શું તેની અસર હેઠળ ગુજરાતમાં વધુ વરસાદ પડશે. ગુજરાતમાં આગામી કેટલા દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે, જુઓ આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન