દિલ્હીનાં મુખ્ય મંત્રી રેખા ગુપ્તા પર કથિત હુમલો કરનાર રાજકોટના યુવકનાં માતાએ શું કહ્યું?

વીડિયો કૅપ્શન, દિલ્હીનાં મુખ્ય મંત્રી રેખા ગુપ્તા પર કથિત હુમલો કરનાર રાજકોટના યુવકનાં માતાએ શું કહ્યું?
દિલ્હીનાં મુખ્ય મંત્રી રેખા ગુપ્તા પર કથિત હુમલો કરનાર રાજકોટના યુવકનાં માતાએ શું કહ્યું?

દિલ્હીનાં મુખ્ય મંત્રી રેખા ગુપ્તા બુધવારે સવારે તેમના નિવાસસ્થાને 'જનસુનાવણી' કાર્યક્રમ કરી રહ્યાં હતાં, ત્યારે એક યુવાને તેમની સામે કેટલાક કાગળિયા મૂકીને તેમનો 'હાથ ખેંચવાનો પ્રયાસ' કર્યો હતો.

આને પગલે ધક્કામુક્કી થઈ હતી. એ પછી આ કૃત્ય કરનાર શખ્સની ધરપકડ કરી લેવામાં આવી હતી. તપાસ કરતા તેઓ રાજકોટનિવાસી રાજેશ સાકરિયા હોવાનું બહાર આવ્યું હતું.

રાજેશ પરિણીત છે તથા તેમને એક સંતાન છે. તેઓ રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવે છે.

રાજકોટમાં તેમનાં માતાએ પત્રકારો સાથે વાત કરી હતી અને માગ કરી હતી કે રેખા ગુપ્તા તેમના દીકરાને માફ કરી દે.

રાજેશ ઉજ્જૈન ગયા હતા, તો દિલ્હી કેવી રીતે પહોંચી ગયા તથા તેઓ શા માટે રેખા ગુપ્તાથી નારાજ હતા, તેના વિશે રાજેશનાં માતાએ શું કહ્યું, જાણો આ વીડિયોમાં.

દિલ્હીનાં મુખ્ય મંત્રી રેખા ગુપ્તા, રાજકોટ નિવાસી રાજેશ સાકરિયા હુમલો, ભાનુબહેન સાકરિયા, માતાએ શું કહ્યું, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, રાજેશનાં માતા ભાનુબહેન

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન