You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સ્વરા ભાસ્કર ઇન્ટરવ્યૂ : કંગના સાથે તુલનાથી લઈને રાજકારણ, લગ્ન અને બોલીવૂડ પર શું કહ્યું?
ફિલ્મ અભિનેત્રી સ્વરા ભાસ્કર બોલીવૂડમાં અભિનય ઉપરાંત સામાજિક, લગ્નજીવન, સોશિયલ મીડિયા ઉપર ટ્રૉલિંગ અને રાજકીય મુદ્દાઓ પર પણ પોતાના વિચાર મુક્ત રીતે રજૂ કરે છે.
બીબીસી સાથેના ઇન્ટરવ્યૂમાં સ્વરા ભાસ્કરે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દરમિયાન મૌલાના સજ્જાદ નોમાની સાથેની તેમની તથા તેમના પતિની વાઇરલ તસવીર, કંગના રનૌત સાથે સરખામણી, આંતરધર્મીય લગ્ન, સરકાર પર કટાક્ષ તથા પ્રેગનન્સી પછી મહિલાઓના શરીરમાં કેવા ફેરફાર આવે છે, તેના વિશે મુક્ત રીતે વિચાર વ્યક્ત કર્યા હતા.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દરમિયાન પતિ સાથે ચૂંટણીપ્રચાર કરનારા સ્વરા ભાસ્કરનો રાજકીય ગરમાટા પછીનો પ્રથમ ઇન્ટરવ્યૂ છે.
જાણો, સ્વરા ભાસ્કરે આ સિવાય બીજું શું-શું કહ્યું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન