You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શું NPS નિવૃત્તિના આયોજન માટે શ્રેષ્ઠ વિકલ્પ છે, શું છે તેનાં ફાયદા-નુકસાન?
ભારતમાં તાજેતરમાં થયેલ એક સર્વેમાં જાણવા મળ્યું હતું કે મોટા ભાગના લોકો એવું માને છે કે તેમણે નિવૃત્તિના આયોજન માટે મોડું કરી દીધું છે.
નિવૃત્તિનું આયોજન કે રિટાયરમેન્ટ પ્લાનિંગ અંગે અવારનવાર આપણે લોકોને ઉપરની વાત કરતા સાંભળીએ છીએ.
સર્વેમાં ભાગ લેનાર લોકોનું માનવું હતું કે તેમણે યોગ્ય ઉંમરે આનું આયોજન કરી લેવા જેવું હતું.
નિૃવૃત્તિ માટે આયોજન કરવા માટેના ઘણા વિકલ્પો છે. જે પૈકી એક છે એનપીએસ એટલે કે નૅશનલ પેન્શન સિસ્ટમ.
આખરે શું હોય છે આ યોજના? કઈ રીતે એનપીએસમાં આયોજનબદ્ધ રીતે કરાયેલ બચત તમારા નિવૃત્ત જીવનની લાકડી પુરવાર થઈ શકે? જાણવા માટે જુઓ બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન