'દિત્વાહ' વાવાઝોડાના કારણે ક્યાં ક્યાં ભારે વરસાદ થશે, ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે?
'દિત્વાહ' વાવાઝોડાના કારણે ક્યાં ક્યાં ભારે વરસાદ થશે, ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે?
નવેમ્બર મહિનાના અંત ભાગમાં તથા ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં વાવાઝોડા દિત્વાહને કારણે શ્રીલંકામાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે ભૂસ્ખલન જેવી ઘટના બની અને 460 કરતાં વધુ લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે ત્રણ લાખ પરિવારોને અસર પહોંચી છે.
વાવાઝોડું તામિલનાડુ, પુડ્ડુચેરીના દરિયાકિનારાની સમાંતર આગળ વધ્યું હતું. એ પછી તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું હતું, જેના કારણે દક્ષિણ ભારતમાં વરસાદ પડ્યો હતો.
આ વાવાઝોડાને કારણે શુક્રવારે તામિલનાડુ, પુડ્ડુચેરી તથા કરાઇકલ વિસ્તારમાં કેટલાંક સ્થળોએ ગાજવીજ અને પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
દિત્વાહને કારણે શું ગુજરાત પર કોઈ અસર થશે કે કેમ, જુઓ આ વીડિયોમાં.

ઇમેજ સ્રોત, imd.gov.in
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



