રાજકોટ : ડાઉન સિન્ડ્રોમ છતાં સ્વિમિંગમાં સફળતા મેળવનાર નીતિ રાઠોડની કહાણી
રાજકોટ : ડાઉન સિન્ડ્રોમ છતાં સ્વિમિંગમાં સફળતા મેળવનાર નીતિ રાઠોડની કહાણી
રાજકોટનાં 19 વર્ષીય પૅરા-સ્વિમર નીતિ રાઠોડને રાષ્ટ્રપતિ તરફથી શ્રેષ્ઠ દિવ્યાંગજનનું સન્માન પ્રાપ્ત થયું છે.
નીતિ રાઠોડના પપ્પા ટીચર છે અને મમ્મી હોમમૅકર છે.
નીતિ રાઠોડ અગિયારમા ધોરણમાં ભણે છે અને તેમના પપ્પાની જેમ તેમને કંઈક બનવું છે.
તેઓ કહે છે કે મને સ્વિમિંગમાં રસ છે. 2014થી હું સ્વિમિંગ કરું છું. મારી ઇચ્છા છે કે કંઈક બનું. મારી ઇચ્છા છે કે બધાને શીખવાડું.
ડાઉન સિન્ડ્રોમ સાથે જન્મેલાં નીતિએ આ મુકામ મેળવવા માટે ખૂબ જ મહેનત કરી છે.
તેમનાં માતાપિતાએ કેવી રીતે આ પડકારને પડાવમાં બદલવામાં નીતિની મદદ કરી છે.
જુઓ નીતિ રાઠોડની કહાણી આ વીડિયોમાં.
વીડિયો : બિપિન ટંકારિયા
પ્રોડ્યુસર : બ્રિજલ શાહ
ઍડિટ : આમરા આમિર

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



