You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દેવાયત ખવડને પોલીસે કેવી રીતે પકડ્યા, કથિત હુમલા મામલે શું ખુલાસા કર્યા?
જાણીતા ગાયક દેવાયત ખવડ સામે 12 ઑગસ્ટના દિવસે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
દેવાયત ખવડે પોતાની ગાડીને અમદાવાદની ભાગોળે આવેલા સનાથલ ગામના ધ્રુવરાજસિંહ ચૌહાણની ગાડી કથિત રીતે ભટકાડી દેતાં ફરિયાદ દાખલ થઈ હતી.
ગીર સોમનાથના તાલાળા નજીકના એક ફાર્મહાઉસ નજીક મંગળવારે સવારે બનેલી આ ઘટના બાદ પોલીસે ખવડ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તેમની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે પણ અલગ અલગ સાત ટીમોની રચના કરીને સુરેન્દ્રનગરના દૂધઈ ખાતે આવેલા ફાર્મહાઉસમાંથી દેવાયત ખવડ સહિત સાત લોકોને પકડી લીધા છે.
આ આખા મામલે ગીર સોમનાથના એસપી મનોહરસિંહ જાડેજાએ પ્રેસ કૉન્ફરન્સ કરી હતી. દેવાયત ખવડ સામે 'હત્યાના પ્રયાસ'ના નોંધાયેલા ગુનાના મૂળમાં કઈ ઘટના છે? કેવી રીતે દેવાયત ખવડે ફરિયાદીને આંતરીને કથિત હુમલો કર્યો હતો? દેવાયત ખવડ સામે કઈ કઈ કલમો લાગી છે? એના સવાલો જાણવા માટે જુઓ આ વીડિયો.
ઍડિટ : અવધ જાની
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન