ગોલ્ડન આલમંડ મોદક : એક કિલોના અંદાજે 12000 રૂપિયે વેચાતા મોદકની ખાસિયત જાણો
ગોલ્ડન આલમંડ મોદક : એક કિલોના અંદાજે 12000 રૂપિયે વેચાતા મોદકની ખાસિયત જાણો
દેશભરમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે.
ગણેશોત્સવ દરમિયાન મીઠાઈની દુકાનોમાં મોદકનું ખૂબ વેચાણ થતું હોય છે.
રાજકોટમાં ડેરીફાર્મના માલિક કિશોરભાઈ સાકરિયાએ એક અનોખો પ્રયોગ કર્યો છે. એમણે સોનાના વરખવાળા ગોલ્ડન આલમંડ મોદક બનાવ્યા છે.
કિશોરભાઈ સાકરિયાના જણાવ્યા પ્રમાણે આ મોદકમાં સોનાનો વરખ તેમજ મોંઘી કિંમતની મામરો બદામનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ મોદકની કિંમત આશરે એક કિલોના 12000 રૂપિયા છે. આ મોદકની વિશેષતાઓ જાણવા માટે જુઓ આ વીડિયો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



