વડોદરાની આ યુવતીએ એવું તો શું કર્યું કે પંજાબ પોલીસે તપાસ માટે બોલાવી છે?

વડોદરાની આ યુવતીએ એવું તો શું કર્યું કે પંજાબ પોલીસે તપાસ માટે બોલાવી છે?

પંજાબ પોલીસે વડોદરાનાં ફેશન ડિઝાઇનર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુએન્સર અર્ચના મકવાણાને 30 જૂન સુધીમાં તપાસ માટે હાજર થવા કહ્યું છે.

શીખોની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાના આરોપસર અર્ચના મકવાણા સામે અમૃતસરમાં એક કેસ દાખલ કરવામાં આવ્યો છે.

21 જૂને આંતરરાષ્ટ્રીય યોગદિવસના અવસરે તેમણે પંજાબના અમૃતસરમાં શ્રી હરમંદિર સાહિબની પરિક્રમામાં યોગ કરતાં ફોટો શૂટ કરાવ્યું હતું અને તેને સોશિયલ મીડિયા પર શૅર કર્યું હતું.

શીખ સમુદાયની આ મામલે કડક પ્રતિક્રિયા પછી અર્ચના મકવાણાએ તરત જ માફી માગી હતી અને કથિત આપત્તિજનક તસવીરો સહિત વીડિયો તેમના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી હઠાવી દીધાં હતાં. પરંતુ શિરોમણી કમિટીએ આ ઘટનાને દરબાર સાહિબના શિષ્ટાચારનું ઉલ્લંઘન ગણાવતાં પોલીસમાં લેખિત ફરિયાદ આપી હતી.

જાણો અત્યાર સુધી આ મામલામાં શું થયું?